હળવદમાં કેન્સરની લાંબી બીમારીથી ત્રસ્ત યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી છે.
હળવદ શહેરમાં મામના ચોરે રહેતા ભાવિકભાઇ નવીનચંદ્ર ચૌહાણઉવ.૩૪એ કેન્સરની ગંભીર બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુના બનાવની પોલીસને જાણ ઇરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









