વાંકાનેરમાં વધુ એક આપઘાતનો ઘટના સામે આવી છે. જેમાં થમ્સઅપ હિન્દુસ્તાન, કોકાકોલા તેમજ અમુલની એજન્સી ધરાવતા વેપારીએ આર્થિક સંકળામણથી કંટાળી વાંકાનેરના રાતીદેવળી ગામની સીમમાં આવેલ મચ્છુ નદીના પુલ પરથી મચ્છુ નદીમા ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં જડેશ્વર રોડ વૃંદાવન વાટીકા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ધીરજલાલ મણીયારને થમ્સઅપ હિન્દુસ્તાન કોકાકોલાની એજન્સી હોય તેમજ અમુલની એજન્સી હોય અને ધંધામા ખોટ જતા આર્થિક સંકડામણથી પોતાની જીંદગીથી કંટાળી જઈ પોતાની જાતે રાતીદેવળી સીમ મચ્છુ નદીના પુલ પરથી મચ્છુ નદીમા ઝંપલાવી આપઘાત કરી લેતા સાથાકો દ્વારા વેપારીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર મામલે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.