હળવદના ચરાડવા ગામે રહેતા ૩૦ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતવાર માહિતી અનુસાર, હળવદ તાલુકાના ચરાડવા ગામે લુહાર ચોકમાં રહેતા લાલજીભાઇ શંકરભાઇ લકુમ ઉવ-૩૦ નામનો યુવક ધુની મગજનો હોવાથી લગ્ન ન થતા, હાલ એકલવાયુ જીવન જીવતા હોય જેનાથી કંટાળી જઇ મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના રહેણાક મકાનની રૂમમા છતના ભાગે લગાવેલ લોખંડના હુક સાથે દુપટો બાધી ગળેફાસો ખાય આત્મહત્યા કરી લેતા લાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે મૃતકના કુટુંબી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.