મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળા દ્વારા લાંબા સમય પાણી ભરાઈ રહેતી જગ્યાએ ગપ્પી ફિશ મૂકવામા આવી હતી.પાણીથી ભરાયેલ ઉપયોગમા ન આવતા કૂવાઓ, તાજા પાણીના સ્ત્રોત,સ્થિર પાણીના તળાવો,જળાશયો,હવાડા વગેરેમા ગપ્પી ફીશ મૂકી શકાય છે.
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ એસ.એમ.જાવિયાના માર્ગદર્શનમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના નીચે આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા,જેપુર,લુટાવદર,પીપળીયા,માનસર,વનાળીયા વગેરે ગામમા મચ્છર જન્ય રોગચાળો ના ફેલાઈ તે હેતુથી ગપ્પી ફીશ મુકવાની કામગીરી કરવામા આવી હતી.
જેથી મચ્છર દ્વારા મુકવામા આવતા ઈંડા તે માછલી દ્વારા ખોરાક તરીકે લેતી હોવાથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવાનો અને મેલરીયા,ડેંગુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવ્યા હતા
આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.