Thursday, April 25, 2024
HomeGujaratખનીજ ચોરી પર લગામ લગાવનાર કર્મચારી ને જાનથી મારી નાખવાની ધમકી 

ખનીજ ચોરી પર લગામ લગાવનાર કર્મચારી ને જાનથી મારી નાખવાની ધમકી 

ત્રણ મહિના મા ખનીજ ચોરો ને ભો ભેગા કરનાર ips અભિષેક ગુપ્તાનાં ગયા બાદ ફરી ખનીજ ચોરી પુરજોશમાં અને દાદાગીરી સાથે ચાલુ થઈ છે અને કાયદા નો કોઈ ડર ન હોય તેમ ટંકારા હાઈવે ઉપર ખનીજ ની ગાડી રોકતા રોયલ્ટી ઈન્સપેકટરને ધમકી આપી તંત્ર ને પડકાર ફેંક્યો છે ત્યારે ફરી એકવાર કાયદા ની કલમ હેઠળ આ ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ કરવા માંગ ઉઠી છે અને ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરજ રુકાવટ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

ટંકારા : લજાઈ ચોકડી નજીક ખાણ ખનીજ વિભાગે એક ગેરકાયદે ખનીજ ભરેલા ડમ્પરને પકડ્યું હતું.તે વખતે ચાર શખ્સોએ કારમાં આવીને આ બાબતે રોયલ્ટી ઈન્સપેકટરને ધાક ધમકી આપી હતી જો કે, આ સમયે પોલીસ આવી જતા ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ મામલે રોયલ્ટી ઈન્સપેકટરે ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની કલેકટર કચેરીમાં આવેલ ખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ભુલાભાઇ પટેલ (ઉ.વ.૩૧) એ આરોપીઓ પ્રવિણભાઈ ગોવિંદભાઈ રાજપુત (ઉ.વ.૨૬ ધંધો ડ્રાઈવીંગ રહે ભગવતીપરા શેરી નં-૪ મીલવાળી શેરી રાજકોટ), વિક્રમભાઈ બોરીચા (રહે રાજકોટ) ભરતભાઈ રઘુભાઈ ગમારા તથા તેની સાથેનો અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ ના રોજ લજાઈ ચોકડી નજીક હોટલ પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ટ્રક નં જી-જે-૧૩-એ-ડબ્લ્યુ-૯૧૦૯ ને ખાણ ખનીજ વિભાગે પકડ્યું હતું અને ફરિયાદી તેને મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યા હતા.તે દરમિયાન આરોપીઓ સ્કોડા ગાડી નં જી-જે-૦૩-એફ-કે-૯૦૫૫ વાળીમા આવીને ફરીયાદી તથા સાહેદો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે ઘટના સમયે પોલીસને આવતી જોઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ ગંભીર બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ છે કે ટંકારા પોલીસ મથકે અજમાયશી આઈ પી એસ અભિષેક ગુપ્તા એ ખનીજ ચોરો ને રીતસર તૂટી પડ્યા હતા અને ભો ભીતર કરી દીધા હતા મુછે લિંબુ લટકતા ની ગાડી પુરી દઇ અધધધ ખનીજચોરી પકડી હતી જેની નોકરી ટ્રેનિંગ પુરી થતાંજ કાયદો વ્યવસ્થા ગુમ થઈ ગઈ હોય તેમ ખનિજમાફીયા લુખ્ખાગિરી ઉપર ઉતરી આવ્યા હોય તેમ તંત્ર ને ખુલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે જોવુ એ રહશે કે ફરી રાજકોટ મોરબી રોડ પર ગેરકાયદે નિકળતા ખનિજચોરી ના ટ્રકો ઉપર તવાઈ ઉતરશે કે ઉફરાણા થી મલાઈ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!