Friday, March 29, 2024
HomeGujaratમોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

મોરબી : મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વિવિધ કલા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં મહેંદી સ્પર્ધામા પ્રથમ નંબરે કુ.મકવાણા અમીન , બીજા નંબરે કુ.વાઘેલા હિના અને ત્રીજા નંબરે સારેસા શિલ્પા વિજેતા બન્યા હતા. તો રંગોળી હરીફાઈમાં પ્રથમ ક્રમે કુ.રિદ્ધિ વામજા, બીજા ક્રમે કુ.ઝંખના જાની અને ત્રીજા ક્રમે કુ.મુછડીયા રીંકલે નંબર મેળવેલ હતો.

આ સ્પર્ધાઓનાં આયોજનમાં તેમજ નિર્ણાયક તરીકે નીતાબેન આસર, ગીતાબેન ડાભી અને રેખાબેન દ્વારા સેવા આપવામાં આવી હતી. આ તકે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને સેવા આપનાર-નિર્ણાયકોને પ્રિન્સિપાલ ડો.એલ. એમ. કંઝારિયાએ અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!