Sunday, November 24, 2024
HomeNewsઆજે તા.૨૪ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના:ગુજરાત વેધરમેન અંકિત...

આજે તા.૨૪ થી ૨૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના:ગુજરાત વેધરમેન અંકિત પટેલ

આજે તા.૨૪ થી ૨૯ ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી ગુજરાત વેધર મેન અંકિત પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આજે સવારે 5:30 વાગ્યા મુજબ સક્રિય હવામાન પ્રણાલીઓની સ્થિતિ

1. લો પ્રેશર ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને સંલગ્ન વિસ્તારો પર રહેલું છે, લો પ્રેશર ને સંલગ્ન UAC દરિયાઈ લેવલની સાપેક્ષે 7.6 km ઊંચાઈ સુધી ફેલાયેલુ છે.

2. ઓફ શોર ટ્રફ ઉત્તર કોંકણ કાંઠા થી ઉત્તર કેરળ કાંઠા સુધી સક્રિય છે.

3. મોનસૂન ટ્રફ નો પશ્ચિમ છેડો સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે જ્યારે પૂર્વ છેડો સામાન્ય સ્થિતિમાં છે, મોનસૂન ટ્રફ દરિયાઈ લેવલથી 0.9 km ઊંચાઈ સુધી ફેલાયેલ છે.

વિશ્લેષણ અને અનુમાન:- 24 -29 August

1. લો પ્રેશર આગામી કલાકોમાં પશ્ચિમ તરફ આગળ વધશે, જેનો સંભવિત માર્ગ નીચે મુજબ રહી શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશ > ઉત્તર ગુજરાત/દક્ષિણ રાજસ્થાન બોર્ડર > કચ્છ/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન/સિંધ બોર્ડર > ઉત્તર અરબ સાગર

લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બને તેવી સંભાવના છે અને દક્ષિણ રાજસ્થાન/ ઉત્તર ગુજરાત/ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ આસપાસ પહોંચતા સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે,

સિસ્ટમ મજબૂત બન્યા બાદ પણ લગભગ પશ્ચિમ તરફ ગતિ કરશે.

2. આગામી 4-5 દિવસ મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો સામાન્યથી દક્ષિણ તરફ રહેશે, દક્ષિણ પૂર્વ પાકિસ્તાન/ઉત્તર કચ્છ/દક્ષિણ રાજસ્થાન/ઉત્તર ગુજરાત/મધ્ય પ્રદેશના ભાગો આસપાસ રહેશે.

3. ઓફ શોર ટ્રફ જે હાલ ઉત્તર કોંકણ થી કેરલ સુધી સક્રિય છે તે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત થી કેરલ કાંઠા સુધી સક્રિય રહેશે.

ગુજરાત:- તા. 24 થી 29 ઓગસ્ટ

ઉપરોક્ત પરિબળોની અસર હેઠળ, તા 24 થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

રાજયમાં મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદની સંભવના છે. એટલે કે રાજ્યના 80-90% વિસ્તારોમાં આ 5 દિવસો દરમિયાન ટોટલ 1.5 થી 5 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

જ્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. લગભગ 30-40% વિસ્તારોમાં 5 થી 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

તો રાજ્યના અમુક, લગભગ 10-15% વિસ્તારોમાં અતિભારે થી અત્યંત ભારે વરસાદ, એટલે કે 250 થી 500 મિમિ/ 10 થી 20 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

હાલની પરિસ્થિતિ મુજબ, તા 24 થી 29 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય ગુજરાત સંલગ્ન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર ,મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેમજ કચ્છ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

હાલ ની વાતાવરણીય પરિસ્થિતિઓ તેમજ હવામાન પ્રણલીઓની સ્થિતિ મુજબ, વરસાદનું જોર કયા જિલ્લાઓ વધુ રહેશે તે જોઈએ તો,

પૂર્વ મધ્ય ગુજરાત:- , દાહોદ, પંચમહાલ, મહીસાગર,આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ

ઉત્તર ગુજરાત:- સાબરકાંઠા,અરવલ્લી, મેહસાણા, ,ગાંધીનગર,પાટણ, બનાસકાંઠા

દક્ષિણ ગુજરાત:- ભરુચ, નર્મદા (સંલગ્ન સુરતના વિસ્તારો)

સૌરાષ્ટ્ર:- મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ ( સંલગ્ન અમરેલીના વિસ્તારો), બોટાદ (સંલગ્ન ભાવનગરના વિસ્તારો),જામનગર, દ્વારકા (સંલગ્ન પોરબંદરના વિસ્તારો)

તેમજ

કચ્છ ના મોટા ભાગના વિસ્તારોમાં

ઉપરોક્ત જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. તો ઉપરોક્ત જિલ્લાઓમાંના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

નોંધ:-આગામી કલાકોમાં સિસ્ટમ પર જીણવટ ભરી નજર રાખવી જરૂરી છે. જો કોઈ ફેરફાર જણાશે તો અપડેટ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ:- જો ધારણા મુજબ સિસ્ટમ મજબૂત બને અને હાલના અંદાજ મુજબ વરસાદની માત્રા રહે તો ઉપરોક્ત વિસ્તારો પૈકીના અમુક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી શકે છે, જે વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જણાવેલ છે તે વિસ્તારોમાં રહેતા લોકો એ સાવચેતી રૂપે જીવન જરૂરિયાત ની વસ્તુઓ એકાદ અઠવાડિયું ચાલે એટલી એકત્રિત કરી રાખવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!