બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અરવિંદ બારૈયા સ્વભાવે ખૂબ શાંત અને સરળ પ્રકૃતિના છે.તેઓ સિદ્ધિવિનાયક કા રાજા અને બીજી સામાજીક સંસ્થાઓમાં પણ હર હમેશા સેવા માટે મોખરે હોય છે.એટલું જ નહીં મિત્રો માટે પણ તેઓ ખૂબ લાગણીશીલ સ્વભાવ ધરાવે છે ત્યારે આજે અરવિંદભાઈ બારૈયાના જન્મદિવસ પર તેઓના મિત્ર વર્તુળ અને સગા વહાલાઓમાંથી ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને શુભકામના પાઠવવામાં આવે છે.