અરવિંદભાઈ બારૈયા ટંકારાના નાના ખીજડીયા ગામના વતની છે હાલ મોરબીમાં છેલ્લા ૨૮વર્ષથી શ્રી ગણેશ મંડપ સર્વિસના ધંધામાં જોડાયેલા છે જેમાં તેમણે શૂન્યમાંથી સર્જન કરી સફળતાનાં શિખરો સર કર્યા છે. હાલમાં તેઓ મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે.
આ સાથે અરવિંદભાઈ બારૈયા અલગ અલગ ઘણી સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે જેમાં શ્રી ઉમિયાપરિવાર સમુહલગ્ન સમિતિ (ટંકારા)ના અધ્યક્ષ, શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબીના મેમ્બર તેમજ સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ ઉત્સવ સમિતિ મોરબી ટંકારાના આયોજક એવા અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.









