સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ – કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન બીપીનભાઈ દવેનો આજે જન્મદિવસ છે. મોરબી મીરર ન્યૂઝ પરિવાર તરફથી જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ શિષ્ત સમિતિના સદસ્ય બીપીનભાઈ દવેનો આજે જન્મદિવસ છે. બીપીનભાઈનો જન્મ:- ૧૪-૧૦-૧૯૫૬ ના રોજ થયો હતો. બીપીનભાઈ પોતાના જીવન ના 69 વર્ષ પુરા કરી 70 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. બીપીનભાઈ દવે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ છે. બીપીનભાઈ દવે સંઘની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ઓ.ટી.સી વર્ગનું શિક્ષણ પ્રાપ્ત કરેલ બીપીનભાઈ દવે જાહેર જીવનમાં અનેક સેવાકીય સામાજિક પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા છે. જેમ કે બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવાના હોય કે કોઈ ગંભીર અકસ્માત થયો હોય કુદરતી આફત આવી પડી હોય તો પોતાની નૈતિક જવાબદારી સમજી સેવાકાર્યમાં લાગી જાય અને મોરબી મચ્છુ હોનારત વખતે પણ સતત ૮ દિવસ સેવાકાર્યમાં જોડાયા હતા.
દેશમાં જ્યારે કટોકટી (ઇમરજન્સી) નો કાળો કાયદો લાગી દેવામાં આવ્યો હતો. તે વખતે પણ સાથી કાર્યકર્તાઓ સાથે જેલવાશ ભોગવ્યો હતો. જનસંઘ સમયે સક્રિયતાથી કાર્ય કરી અને જનસંઘમાં વિવિધ જવાબદારી સંભાળી અને ભારતીય જનતા પક્ષની સ્થાપના 1980 માં થઇ ત્યારથી અત્યાર સુધી ભારતીય જનતા પક્ષમાં તાલુકા મહામંત્રીથી લઈ જિલ્લા ભાજપના પ્રમુખ સુધી વિવિધ મહત્વની જવાબદારી સંભાળી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2 ટર્મ અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 1 ટર્મ જવાબદારી સંભાળેલ અને પ્રદેશ ભાજપ સંગઠનના દિગ્ગજ નેતાઓ સાથે કામ કરવાની તક તેમને મળેલ છે અને હાલ કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપી છે. તે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે બીપીનભાઈ દવે બી.એ , બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે અને હળવદ નગર પંચાયત હતી તે સમયે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લે એસ.ટી નિગમના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ હાલ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સાંભળે છે. ત્યારે બીપીનભાઈ દવેને તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9825521239 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.