Sunday, January 26, 2025
HomeNewsBirthdayવલસાડ એસપી તરીકે ફરજ બજાવતા IPS ડૉ.કરણરાજ વાઘેલાનો આજે જન્મદિવસ

વલસાડ એસપી તરીકે ફરજ બજાવતા IPS ડૉ.કરણરાજ વાઘેલાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ગયેલા અને હાલમાં વલસાડ એસપી તરીકે ફરજ બજાવતા ડો. કરણરાજ વાઘેલાનો આજે જન્મદિવસ છે.  IPS ડો.કરણરાજ વાઘેલાનો ૨૩ ડિસેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે. સ્વભાવે કોમળ, સ્પષ્ટ વક્તા અને કર્તવ્ય નિષ્ઠ અધિકારીની શાખ ધરાવતાં IPS ડો.કરણરાજ વાઘેલા પોતાનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. નિષ્ઠાપૂર્વક ફરજ નિભવવાની કળાથી તેઓ હરહમેંશા ખીલતા રહ્યાં છે તેમજ લોકોનું માન-સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૧૨માં IPS બન્યા બાદ તેઓએ ગાંધીનગર રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૭માં તેઓ મોરબી એસપી અને ત્યાર બાદ બરોડા ડીસીપી ઝોન ૩ ,બોટાદ એસપી તેમજ ગુજરાતનો મહત્વ પૂર્ણ ઉદ્યોગોની સુરક્ષાની જવાબદારી નિભાવી તેઓ કચ્છ પશ્ચિમ એસપી,જૂનાગઢ એસપી તેમજ નવસારી અને હાલમાં તેઓ વલસાડ એસપી તરીકે નિયુક્ત થયા છે. તેઓની નિયુક્તિ બાદ અનેક ગંભીર ગુનાઓ ગણતરીની કલાકોમાં ડીટેકટ કર્યા છે. તેમજ દારૂના બુટલેગરો પર ધોસ જમાવી તેઓને ભોં ભીતર કરી દીધા છે.લૂંટના ગુનાને અંજામ આપનાર ખૂંખાર અપરાધીઓને પણ ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા છે. ફક્ત કાર્યક્ષેત્રમાં જ નહિ ડૉ.કરણરાજ વાઘેલા એમબીબીએસ પણ છે અને જરૂર પડ્યે તેના મિત્રોને મદદરૂપ પણ થાય છે જેમાં પોતાનું સપનું IPS બનવાનું હોવાથી તેઓએ એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ UPSCની તૈયારીઓ શરૂ કરી હતી.

તેઓ તેના નાના ભાઈને પણ સહયોગ આપે છે અને માતા પિતાની કાળજી રાખવાનું પણ ભૂલતા નથી તો બીજી બાજુ જ્યાં પણ તેઓ ફરજ બજાવે છે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર માટે પણ તેઓની વિચારસરણી અત્યંત પ્રેમાળ અને સંવેદનશીલ હોય છે. “મા મારે પણ માર ખાવા ન દે ” એ ઉક્તિ મુજબ જો કોઈ પોલીસ અધિકારી કેં પોલીસ કર્મી ભૂલ કરે તો તેને મોઢે સમજાવી દે છે પરંતુ પોલીસની પ્રતિષ્ઠા નીચી ન થવા દે. કોઈપણ તહેવાર હોય,તેઓ ફરજ પર હોય અને તે જગ્યાએ તેની ઉજવણી ન થઈ હોય તેવું ભાગ્યે જ બને અને ઉજવણી પણ એટલી શાનદાર હોય કે બહારથી પણ લોકો અન્ય કાર્યક્રમો મૂકી પોલીસ આયોજિત કાર્યક્રમમાં આવવા માટે આકર્ષાય છે. તેમજ ડો.કરણરાજ વાઘેલા ખુદ પણ પોતાના પરિવાર સાથે આ કાર્યક્રમમાં ભાગ લે છે અને તમામ મહેમાનોની આગતા સ્વાગતા કરી તમામ સ્થિતિઓને ધ્યાનમાં લઇ તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અનોખી છબી ઉભી કરે છે.

કોઈ પણ જગ્યાએ ગમે તેવી ગંભીર સ્થિતિને હેન્ડલ કરી લેવાની અનોખી સૂઝ બુઝ ધરાવતાં IPS. ડો.કરનરાજ વાઘેલા આજે 23 ડિસેમ્બરના 2023 રોજ 44 વર્ષ પૂર્ણ કરી 45માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.આગામી સમયમાં આજ રીતે પ્રગતિ કરતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે.અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!