Monday, January 27, 2025
HomeNewsBirthdayમોરબી જીલ્લાના પૂર્વ એસપી હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડનો આજે...

મોરબી જીલ્લાના પૂર્વ એસપી હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડનો આજે જન્મદિવસ

જ્યારે પાટીદાર અનામત આંદોલન સમયે મોરબી ગુજરાતનું એપી સેન્ટર બની ચુક્યું હતું અને મોરબીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પર કાબુ મેળવવા તાબડતોબ જે તે સમયના એસપીને બદલાવી વર્ષ 2015 ના અંતમાં આઓપીએસ જયપાલસિંહ રાઠોડ ને મોરબી જીલ્લાનું સુકાન સોંપી સ્થિતિ કાબુમાં કરવાની જવાબદારી આપવામાં આવી હતી બાદમાં તેઓએ એક પછી એક અનેક કેસો સોલ્વ કર્યા હતાં ચકચારી ભર્યાબદેવ અપહરણ કાંડ નો કોયડો હોય કે ડુપ્લીકેટ નોટનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ એસપી જયપાલસિંહ રાઠોડના કાર્યકાળમાં આવા તમામ આવારા તત્વોને ભો ભીતર કરાવામાં આવ્યા હતા ત્યારે બાદમાં તેઓ અમદાવાદ ઝોન ડિસીપી અને બાદમાં ભાવનગર એસપી તરીકે પણ ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં તેઓ રાજકોટ રૂરલ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબીમાં એસપી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા IPS જયપાલસિંહ રાઠોડનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબીવાસીઓ હાલ પણ જયપાલસિંહ રાઠોડને હ્રદય પૂર્વક યાદ કરી તેના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સતત પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!