મોરબીના નિવૃત ASI તેમજ હાલમાં
મોરબી મીરર સાપ્તાહિક ન્યુઝ પેપરના તંત્રી એમ પી જોશીનો આજે જન્મદિવસ છે.મોરબી તાલુકા,એ ડિવિઝન,માળિયા મિયાણાં, વાંકાનેર સિટી,કંટ્રોલ રૂમ,વાંકાનેર તાલુકા તેમજ મોરબી અને ધોરાજી ખાતે પોલીસમથકોમાં ડી સ્ટાફ સહિતના વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને સ્વભાવે સ્પષ્ટ વક્તા લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશી નો આજે ૬૨મો જન્મદિવસ છે તેઓનો જન્મ ૧૦-૦૯-૧૯૬૧ના રોજ માળીયા મિયાણા ના ખાખરેચી ગામે થયો હતો નાનપણથી જ મહેનતુ અને જીવનના અસંખ્ય ચડાવ ઉતાર જોઈને પોલીસ ખાતામાં નોકરી મેળવી અને સત્ય માટે હંમેશા લડતા રહ્યા હતા મુકુંદરાય જોશી વર્ષ ૨૦૧૯ના મહિના મા વયમર્યાદા ના લીધે નિવૃત પણ થયા હતા આજે નિવૃત એએસઆઈ એમ પી જોશી ૫૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેઓના જન્મદિવસ હોય તેના મિત્ર વર્તુળ માંથી ઠેર ઠેર શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે નિવૃત પોલીસકર્મી દ્વારા પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન પડતી તકલીફો માટે એનજીઓ શરૂ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે ત્યારે પોલીસપરિવાર અને ત્યારે નિવૃત પોલીસકર્મી ASI મુકુંદરાય જોશી પોલીસકર્મીઓ અને અધિકારીઓને ફરજ દરમિયાન પડતી તકલીફો અને મુસીબતોના મર્મ સ્પષ્ટ કરતું પુસ્તક પણ લખી રહ્યા છે સાથે જ આ પુસ્તક પોલીસકર્મીઓ -અધિકારીઓને પડતી હાલાકી ને લોકો સુધી પહોંચાડશે અને પોલીસ અને તેની કામગીરીનું મહત્વની સમજણ આપશે જે પોલીસ અધિકારીઓ અને પરિવાર માટે અતિ મહત્વનું સાબિત થશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.