નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયા (પી.ડી.કાંજીયા)નો આજે તા.10-10-2025 ને શુક્રવારે જન્મદિવસ છે. દરેક જન્મ દિવસની ઉજવણી પી.ડી.કાંજીયા અલગ રીતે કરતા હોય છે. જેમાં સમાજસેવા, રાષ્ટ્રસેવા, ધર્મભકિત સ્વરૂપે કંઈકને કંઈક સેવાકિય પ્રવૃતિઓ કરતા રહેતા હોય છે. ત્યારે આજ રોજ તેમના દ્વારા નવયુગ ગ્રુપનાં 350 જેટલા સભ્યોનું રાજકોટની મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ફુલ બોડી ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ દ્વારા જન્મ દિવસ નિમિતે બાલઆશ્રમની બાળાઓને બે વખત દત્તક લઈ તેમનો શિક્ષણનો ખર્ચ, કપડા, પુસ્તકનો તમામ ખર્ચ પી.ડી.કાંજીયાએ આપ્યો જેમા તે દિકરીઓ નાની હતી તે મોટી થઈ ત્યાં સુધીનો ખર્ચ તેમને આપ્યો, આજે તેમના લગ્ન થઈ ગયા છે અને સાસરે છે. એક વખત પી.ડી.કાંજીયાએ તેમના જન્મદિવસની ઉજવણી વૃધ્ધાશ્રમ, બાલાશ્રમના પરિવાર સાથે નવયુગના કેમ્પસમાં તેમને ગરબા રમાડી, જમાડી, ગીફટ આપી કરેલ, આ તેમની કરૂણા, લાગણી તેમના વ્યકિતત્વમાં દેખાઈ આવે છે. આજથી 10 વર્ષ પહેલા જયારે સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હતું. ત્યારે તેઓએ તેમના જન્મદિવસે GIDC થી ચિત્રકુટ ચોક, નવયુગ વિદ્યાલય સુધીનો વિસ્તાર તેમજ નવયુગ કરીઅર અકેડમી રવા૫૨ વિસ્તાર સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો. તે આજ સુધી અવીરત પણે હજુ ચાલુ છે. તે એવું સમજે છે કે સ્વચ્છ ભારત ત્યારે જ થશે જયા૨ે સૌ પોતાના વિસ્તાર સ્વચ્છ રાખવાનું શરૂ કરે. આમ સમાજસેવા, રાષ્ટ્રસેવા કરવાની સાથે નવયુગ સાથે જોડાયેલા ઓફિસ સ્ટાફ જે ઉમરલાયક છે. તેમના હેલ્થને ઘ્યાનમાં રાખી આજ રોજ રાજકોટની મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ફુલ બોડી ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. આજે તા.10-10-25ને શુક્રવારે આ વખતના જન્મદિવસમાં તેમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના 350 જેટલા સ્ટાફ તંદુરસ્ત રહે તેવો સંકલ્પ કરતા ફુલ બોડી ચેક દરેકનું થાય તેમને બોડી ચેક થયા બાદ રીપોર્ટ મળે, તંદુરસ્ત રહે તેવું યશસ્વી કાર્ય, પ્રશંસનિય, સરાહનીય કાર્ય કર્યું, આવું તો અનેક વખત સ્ટાફના જીવન વિકાસ માટે સેમિનાર કરેલ, તેમને સરકારી નોકરી મળે એવા પ્રયત્નો કરે છે. વખતોવખત જમણવારની પાર્ટી આપે, તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દિવાળીએ ડ્રાયફુટ/મીઠાઈ અને બોનસ આપે છે, ત્યારે સ્ટાફ પરિવાર પોતાને સદભાગી ગણી કાંજીયાસરને કૃતજ્ઞતા વ્યકત કરે છે. ત્યારે આજ રોજ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પ્રાણજીવનભાઈ ધનજીભાઈ કાંજીયાને તેમના જન્મ દિવસ નિમિતે મોરબી મિરર ન્યુઝ પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.