“योगः कर्मसु कौशलम्” આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ”ના સુપ્રિમો શૈલેષ ડી.કલોલા સાહેબનો આજે જન્મ દિવસ છે.કલોલ સાહેબ છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં સેવા આપી રહ્યા છે.ત્યારે આજના દિવસે તેમને ચારેય દિશાઓથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.
કલોલા સર છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષણને યોગ બનાવી પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી રહ્યા છે. Elite Educational Institute અને 2nd Home Pre-School ના સ્વપ્ન દ્રષ્ટા એસ.ડી કલોલા નો આજે જન્મ દિવસ છે.પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખીને Weaknessને Strengthમાં બદલનાર કલોલા સાહેબના નેતૃત્વ હેઠળ એલીટ કેમ્પસમાં GSEB સ્કૂલ, CBSE સ્કૂલ, 11th & 12th Science & Comm. [EM & GM] તેમજ કૉલેજ વિભાગમાં B.B.A., B.Com, B.C.A., B.Sc., M.Sc., D.M.L.T. અનેM.Com જેવા કોર્ષ ચાલી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકોની સેફ્ટી સાથે આધુનિક સુવિધાથી સજ્જ ઘરથી દૂર એક બીજું ઘર એટલે કે 2nd Home Pre-School ની ભેટ પણ કલોલા સરએ મોરબીને આપી છે. “વૃક્ષ એ જ જીવન”ને ચરિતાર્થ કરતું અને 1100+ વૃક્ષોથી કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતા કેમ્પસમાં 2000+ વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે.આજે તેમના જન્મદિવસે તેમના સગા સંબંધી, મિત્રવર્તુળ, શિક્ષકવિદ્દો, સ્ટાફ મિત્રો અને વિશાળ વિદ્યાર્થી-વાલી સમુદાય તેમને દીર્ઘાયુ માટે શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.