મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક આવેલાં રામધન આશ્રમ વિવિધ ધાર્મિક તહેવારની ભકિતભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સાથે નાનપણથી જોડાયેલ રામધન આશ્રમના સેવક મુકેશ ભગતનો આજે જન્મદિવસ છે. મુકેશ ભગત નાનપણથી જ મહંત ભાવેશ્વરીબેનના સેવાકાર્યો અને પ્રબળ આધ્યાત્મિક ભાવનાના રંગે રંગાઈને આશ્રમમાં ધાર્મિક, સામાજિક, સેવાકીય કાર્યો સાથે જોડાઈને આશ્રમની સેવાકાર્યોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આજે નવા વર્ષે મુકેશ ભગતના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છકો અને સ્નેહીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવે છે.