આજે વીર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની ૧૧૫ મી જન્મજયંતિ છે જેથી આજે એમના વિશે કેટલીક જાણી અજાણી વાતો વિશે ચર્ચા કરીશું.
ચંદ્રશેખર આઝાદ નો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ ના રોજ અલીરાજપૂર ના ભાભરા ગામ માં થયો હતો અને હાલમાં તેમનું જ્ન્મસ્થળ મધ્યપ્રદેશ ના ઝબૂઆ જિલ્લામાં આવે છે અને તેઓ નાનપણથી જ દેશપ્રેમ ને વરેલા હતા અને આગળ જતાં તેમને અંગ્રેજ શાશનમા ભૂકંપ લાવી દીધો હતો અને અંતમાં તેઓએ બલિદાન આપ્યું હતું.

ચંદ્રશેખર આઝાદ સંસ્કૃત ના વિદ્વાન બનવા માટે કાશી ગયા હતા તેમના માતા જગરાની તિવારી અને પિતા સીતારામ તીવારીની ઈચ્છા મુજબ તેઓસંસ્કૃત ના વિદ્વાન બનવા માટે બનારસમાં આવેલ કાશી વિદ્યાપીઠ ખાતે ગયા હતા.પરન્તુ અભ્યાસ દરમિયાન માત્ર ૧૫ વર્ષની ઉંમરે તેઓએ ગાંધીજીના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો જ્યાં તેઓની ધરપકડ પણ થઈ હતી અને ૨૦ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યારથી તેઓએ પોતાના નામમાં આઝાદ શબ્દ ઉમેરી અને પિતાનું નામ સ્વતંત્રતા હોવાનું અને જેલને જ તેનું ઘર સમજી લીધુ હતુ.

ત્યાર બાદ ૧૯૨૨ માં ગાંધીજીએ અસહયોગ આંદોલન નું વીસર્જન કર્યું હતું જેથી દેશ પ્રેમ ધરાવતા અનેક યુવાનો નિરાશ થયા હતા અને આ સમયગાળા માં ભગતસિંહ,રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓ હજુ ઉભા થઇ રહ્યા હતા જ્યાં ચંદ્રશેખર આઝાદ ની મુલાકાત મંમથનાથ ગુપ્તા સાથે થઈ જેના દ્વારા તેમની મુલાકાત બિસ્મિલ સાથે થઈ અને આ બિસ્મિલ દ્વારા જ હિંદુસ્તાન રિપબ્લિક એસોસીએશન ની સ્થાપના કરી હતી.
ક્રાંતિકારીઓ ચંદ્રશેખર આઝાદને કવિક સિલ્વરનામ આપ્યું હતું આઝાદ દ્વારા એસોસિયેશન માટે ફંડ એકત્ર કરવાનું કામ કરવામાં અવાયું હતું જે માટે સરકારી.ખજાના જ લૂંટતા હતા જેમાં આઝાદ નું.મગજ જોઈને ક્રાંતિકારીઓ તેમને કવીક સિલ્વર નામથી બોલાવતા હતા.

૧૯૨૫ મા એસોસિયેશન માટે ફંડ એકત્ર કરવા માટે કરવામાં આવેલ કાકોરી.લૂંટ માં આઝાદ પણ શામેલ હતા આ લૂંટ બાદ બધા ક્રાંતિકારીઓ પોતાના નક્કી કર્યા મુજબના સ્થળ પર પહોંચી ગયા હતા જ્યારે આઝાદ દ્વારા એક પાર્કમાં બાંકડા પર સુઇને રાત વિતાવી હતી અને એ પ્રકરણ માં તેઓ છેક સુધી પકડાયા ન હતા.

લાલ લાજપત રાયના મોતના જવાબદાર અંગ્રેજ જે પી સેન્ડર્સ ની હત્યામાં આઝાદ દ્વારા ક્રાંતિકારી ભગત સિંહને બેકપ આપીને ભગતસિંહની ધરપકડ થયા બચાવી તેમનો જીવ બચાવ્યો હતો ભગતસિંહ સેન્ડર્સ ને ગોળી મારી ભાગી રહ્યા હતા ત્યારે એન્ગ્રેજ સૈનિક તેમને પકડી લેત પરન્તુ આઝાદ દ્વારા અંગ્રેજ સૈનિક ને ગોળી મારતા ભગતસિંહ પકડાતા બચી ગયા હતા. સાથે સાથે ચંદશેખર આઝાદ વેશપલટો કરવામાં નિષ્ણાંત હતા અને કોઈ પણ ક્રાંતિકારી સાથી પકડાઈ જતા તો આઝાદ તેઓનું ઠેકાણું બદલાવી નાખતા હતા અંતમાં ચંદરશેખર આઝાદ એકલા અલ્હાબાદ ના આલ્ફ્રેડ પાર્કમાં હતા ત્યારે અંગ્રેજ ફોજ સાથે લાંબો સમય સુધી ઘર્ષણ ચાલ્યું હતું અને છેલ્લે બચવાનો કોઈ ઉપાય ન મળતા અંગ્રેજોના હાથે મરવા કરતા તેમને પોતાની જાતને ગોળી મારી દીધી હતી જોકે પોતાની જાતને ગોળી મારી એ વાતની આજ સુધી સતાવાર પુષ્ટિ થઈ નથી.









