મોરબી-માળીયા (મી.)-ટંકારા, હળવદ, વાંકાનેર તથા આજુ – બાજુના તમામ ગામના ધર્મ પ્રેમી ચુંવાળીયા કોળી સમાજના ભાઈઓ બહેનો માટે સંત શ્રી વેલનાથ બાપુની શોભાયાત્રાનું ભવ્ય આયોજન તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૨-૪-૨૦૨૫, શનિવારના રોજ સંતશ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જય વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિ શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા શોભાયાત્રા સવારે ૮-૦૦ વાગ્યે જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન પરથી કાઢવામાં આવશે. જે જડેશ્વર મંદિર મોરબી થી સુપર ટોકિઝ, ત્રીકોણ બાગ, બજાર લાઈન, નહેરૂ ગેઇટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડ થી પુલ પર થઈ મોરબી સામા કાંઠે, ત્રાજપર ચાર રસ્તા, કુબેર પાસેથી, સો – ઓરડીમાં આવેલી કોળી સમાજની બોર્ડિંગ ખાતે બપોરના ૧૨-૩૦ વાગ્યે સમાપન થશે. જે શુભ પ્રસંગમાં મોરબી જિલ્લા, માળીયા મિયાણા, ટંકારા, હળવદ અને વાંકાનેરના દરેક કોળી સમાજના સમસ્ત પરિવારે હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે “શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદનું આયોજન મોરબી ૨ ત્રાજપર, સો – ઓરડી, મોરબી જિલ્લા સેવાસદનની પાછળ ચુંવાળીયા કોળી સમાજ બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમ ચંદુભાઈ બાબરીયા મોબાઇલ નં. ૯૯૨૫૧ ૭૪૧૩૪, ભાણજીભાઈ ડાભી મોબાઇલ નં. ૯૭૧૨૦ ૦૯૯૬૬ અને ગોપાલભાઈ સીતાપરા મોબાઇલ નં. ૯૯૯૮૬ ૩૫૧૦૩ દ્વારા જણાવવામાં આવ્યું છે.