હળવદ માં મીઠાના કારખાનામાં દીવાલ પડતા સર્જાયેલ દુર્ઘટનામાં દીવાલની બાજુમાં કામ કરતા ૩૦ જેટલા મજૂર દબાયા હતા જેને પગલે હિતચી જેસીબી અને ક્રેન જેવા મશીનો થી બચાવ કામગીરી શરૂ કરવામા આવી હતી જેમાં એક પછી એક ૧૨ જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જે બાબતે વડાપ્રધાન મોદી દ્વારા ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને પીએમ રિલીફ ફન્ડ માંથી મૃતકોને ચાર લાખ અને ઘાયલોને ૫૦,૦૦૦ સહાય આપવની જાહેરાત કરી હતી.બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ચાર લાખની સહાય આપવની જાહેરાત કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં મૃતકોમાં રમેશભાઈ નરશીભાઈ ખીરણા(ઉ.વ.૪૫),કાજલબેન જેઠાભાઇ ગણેશિયા( ઉ વ.૨૭), દક્ષાબેન રમેશભાઈ કોળી (ઉ.વ ૧૮) ,શ્યામભાઈ રમેશભાઈ કોળી (ઉવ ૧૩), રમેશભાઈ મેઘાભાઈ કોળી (ઉવ ૪૨), દીલાભાઈ રમેશભાઈ કોળી (ઉવ૨૬),દીપકભાઈ દિલીપભાઈ સોમાણી કોળી (ઉવ ૫૪), રાજુભાઇ (ઉવ ૩૦), દિલીપભાઈ રમેશભાઈ (ઉવ.૨૫),શીતલબેન દિલીપભાઈ (ઉવ ૩૨), રાજી બેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉવ ૩૦),દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ (ઉવ ૧૬) મળીને કુલ ૦૫ પુરુષ,૦૬ મહિલા અને ૧ બાળકનો સમાવેશ થાય છે અન્ય ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવને પગલે મોરબી જિલ્લા કલેકટર જે બી પટેલ અને હળવદ પોલીસ,હળવદ ફાયર ,મોરબી ફાયર સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા છે.