મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં 131 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે આજે સવારથી શહેરીજનો ઉત્સાહભેર મતદાન કરવા આગળ આવ્યા હતા જો કે આમ છતાં મતદાનનો સરેરાશ આંકડો માંડ 55.22 ટકા સુધી પોહચ્યો હતો. જ્યારે વોર્ડ નંબર 9માં સૌથી વધુ 62.28 ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર 6માં 33.78 ટકા મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીની તુલનાએ આ ચૂંટણીમાં દસેક ટકાથી વધુ મતદાનમાં ઘટાડો નોંધાયો છે ગત ચૂંટણીમાં મોરબી પાલિકામાં 65.55 ટકા મતદાન થયું હતું.
સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીમાં મોરબીમાં વોર્ડ વાઈઝ નીચે મુજબ મતદાન નોંધાયું હતું જેમાં વોર્ડ -1-57.54 ટકા,વોર્ડ -2-59.92 ટકા,વોર્ડ -3-56.49 ટકા,વોર્ડ -4-55.05 ટકા,વોર્ડ -5-52.42 ટકા,વોર્ડ -6-33.78 ટકા,વોર્ડ -7-49.34 ટકા,વોર્ડ -8-54.37 ટકા,વોર્ડ -9-62.28 ટકા,વોર્ડ -10-58.88 ટકા,વોર્ડ -11-60.90 ટકા,વોર્ડ -12-55.64 ટકા,વોર્ડ -13-61.09 ટકા મતદાન વહીવટી તંત્રના ચોપડે નોંધાયું છે.ત્યારે તમામ EVM ને સુરક્ષા વ્યવસ્થા હેઠળ ખસેડવામાં આવ્યા છે.