ગુજરાતના કચ્છના દરિયાકાંઠે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાતા રાજ્યના 9 તાલુકાના 442 જેટલા ગામો અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક સર્વમાં આવ્યું છે. કચ્છના ભુજ, માંડવી, લખપત, નલિયા, દ્વારકાના ઓખા, પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર અને વાવ તાલુકામાં અને મોરબીમાં ‘બિપરજોય’ની વધુ અસર જોવા મળી છે. ત્યારે મોરબી શહેરનાં રામચોક નજીક મયુર રિટેલ શોપ સામે જૂના મકાનની દીવાલ પાસે રહેલ પચાસ વર્ષ જૂનું વૃક્ષ ધરાશાઈ થયું છે. જેને પગલે રામચોક અને રવાપર રોડ વચ્ચેના રસ્તાને ડાયવર્ટ કરાયો છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહિ…