મોરબીના લાલપર ગામ નજીક ટ્રકની ઠોકરે ટ્રેક્ટર ડિવાઈડર સાથે ભટકાતા ટ્રેક્ટરના બે કટકા થયા હતા તથા ટ્રેક્ટર ચાલકને ડોકના પાછળના ભાગે મણકામાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી ટ્રક ચાલક ટ્રક રેઢુ મૂકી નાસી ગયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
અકસ્માતમાં નુકસાનની મળતી વિગતો મુજબ ગત તા.10/2 ના રોજ લાલપર ગામથી આગળ શૈલેષ કાટા સામે ટ્રક રજી નંબર-GJ-06-VV-4077 ના ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક વાકાનેર મોરબી ને.હા રોડ ઉપર પુરઝડપે અને ગફલતફરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી ચલાવી આગળ જતા આઇસર ટ્રેકટર રજી નંબર- GJ-02-BH-9346 ની ટ્રોલીને જમણી બાજુ પાછળના પાટીયાના ભાગે ઠોકર મારી ટ્રેકટરને રોડની ડાબી સાઇડના ડિવાઇડર સાથે ભટકાડી ટ્રેકટરના બે કટકા કરી નાખી નુકસાની કરી હતી તથા ટ્રેક્ટર ચાલક પ્રવિણભાઇ જસરાજભાઇ ઝાલા ઉવ-૪૯ રહે-ભદ્રેશી તા-વઢવાણ જી-સુરેન્દ્રનગરને ડોકના પાછળના ભાગે આવેલ મણકામા ફેકચર જેવી ઇજા પહોચાડી હતી ત્યારે ટ્રક ચાલક અકસ્માત કરી પોતાના હવાલાવાળુ ટ્રક ઘટના સ્થળે મુકી નાશી જતા સમગ્ર અકસ્માતના બનાવ મામલે ટ્રેક્ટર ચાલકની ફરિયાદના આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.