હળવદમાં અતિભારે વરસાદ નોંધાયો હતો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ વરસાદ ને પગલે હળવદના નદી નાળાઓ છલકાઈ ગયા હતા જેને કારણે હળવદ તાલુકાના ઢવાણા ગામ નજીક પસાર થતી કંકાવટી નદી પણ બે કાંઠે થઈ હતી.જે નદી ના કોઝવે પરથી પસાર થતા સમયે ૧૭ થી ૨૦ મુસાફરો ભરેલ ટ્રેકટર નદીના પ્રવાહમાં તણાઈ ગયું હતું જે બનાવની જાણ થતાં હળવદ તેમજ મોરબી ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી અને દસ જેટલા લોકોને બચાવી લેવાયા હતા.આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર,મોરબી જિલ્લા પોલીસ વડા તેમજ હળવદના ધારાસભ્ય સહિત,આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
તેમજ વરસાદ સતત ચાલુ હોય અને રાત્રિનો સમય હોય તેમજ નદીમાં પાણી નો પ્રવાહ ચાલુ હોવાથી રેસક્યુ કામગીરી કરવામાં અડચણ આવતી હોવાથી SDRF અને NDRF ટીમ ને બોલાવવામાં આવી હતી અને હજુ પણ જેટલા ગુમ લોકો છે તે લોકોને શોધવા રેસક્યું કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં ટ્રેકટર ચાલક છે તેને પાણીના પ્રવાહ માંથી ટ્રેકટર ન કાઢવા અન્ય ગ્રામજનો એ કહ્યું હતું છતાં પણ ટ્રેકટર ચાલક એ કોઈની વાત સાંભળી નહિ અને ટ્રેકટરને પાણીના પ્રવાહમાંથી પસાર કરવા કોશિશ કરી હતી જેને કારણે આ ઘટના સર્જાઈ હતી.તેવુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ વહીવટી તંત્ર ની પાંચ ટીમો પોલીસ તંત્ર ની પાંચ ટીમો અને NDRF,SDRF તેમજ ફાયરની ટીમો મળી કુલ 15 થી વધુ ટીમો દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી ગુમ થયેલા લોકોને બચાવવા તેમજ શોધખોળ હાથ ધરી છે.