મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપજી સર્કલ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ ઇસમને રોકી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પ્લાસ્ટિકના કોથળા સાથે મળી આવેલ ઇસમની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ રિઝર્વ ફાઇન વ્હિસ્કીની ૧૨ બોટલ કિ.રૂ.૮,૩૫૨/- નો મુદ્દામાલ મળી આવેલ હોય જેથી પોલીસે આરોપી રીતેશભાઈ નીતિનભાઈ ચૌહાણ ઉવ.૩૪ રહે.મોરબી હાઉસિંગ મેઈન રોડ વાળાને વેચાણ અર્થે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે અટક કરી તેની વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.