મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ સોમનાથ પાર્કમાં રહેતા યુવકના ભાઈએ ટાઇલ્સના વેપારના દેવાના નીકળતા રૂપિયાનો ચેક અન્ય વેપારીઓને આપ્યો હતો. પરંતુ ચેક રિટર્ન થતા આરોપીઓએ યુવકને “પૈસા આપી દે નહિ તો જીવતો નહિ મૂકી” કહી મારી નાખવાની ધમકી આપી માર મારતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના મહેન્દ્રનગર સોમનાથ પાર્ક રામતિલક એપાર્ટમેન્ટ ફલેટ નં-૪૦૩ ખાતે રહેતા સચીનભાઇ ચંદુલાલ સુરાણી નામના યુવકના ભાઈએ કેતનભાઇ મનસુખભાઇ કાલરીયા (રહે.મોરબી-૧ લીલાપર કેનાલ તુલશી શ્યામ એપાર્ટમેન્ટ ૩૦૧ તા.જી.મોરબી) તથા હાર્દિક ઉર્ફે દેવો જીવરાજભાઇ મોરી (રહે.મોરબી-૧ લીલાપર કેનાલ તુલશી શ્યામ એપાર્ટમેન્ટ ૩૦૧ તા.જી.મોરબી)ની સાથેના ટાઇલ્સના વેપારના રૂપિયાની લેતી દેતી બાબતે ચેક આપેલ હોય જે રીટર્ન થયેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓઓ ફરિયાદી યુવક સચીનભાઇને ચેક રીટર્નના રૂપિયા આપી દેવા કહીને જો રૂપિયા નહિ આપે તો જીવતો છોડવો નથી તેમ ધમકી આપીને બેફામ ગાળો દઇને ફરિયાદી યુવકને ઢીકાપાટુનો મારમારતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.