Sunday, December 29, 2024
HomeGujaratમોરબી લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંદકી દૂર...

મોરબી લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંદકી દૂર કરવા કરી માંગ

મોરબીના લાતી પ્લોટ શેરી નં ૫ ખાતે ના નાના મોટા વેપારીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી સાફ સફાઈ કરાવી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે. લાતી પ્લોટ વિસ્તારમાં ૧૫ જેટલા વેપારીઓએ ૬૦ જેટલા પત્રો લખીને ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે. વેપારીઓએ માંગ કરી છે કે નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે તે સાથે જ કાયમી ગંદગી અને રોગચારો ફેલાયેલો હોય છે. તેથી સ્થાનિક વેપારીઓને મોરબી નગર પાલિકાને દર મહિને ફરિયાદ કરવી પડે છે તેમ છતાં લાતી પ્લોટ વિસ્તારનો વિકાસ થતો નથી કે યોગ્ય રીતે સાફ સફાઈ પણ થતી નથી..

- Advertisement -
- Advertisement -

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં નાના મોટા વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે. વેપારીઓએ માંગ કરી છે કે વરસાદ હોય ત્યારે તો ઠીક પરંતુ રોજે રોજ પાણી ભરાય છે. તેમજ કચરો ટેક્ટરો ભરાય એટલો બધો વિકાસ અમારા લાતીપ્લોટ શેરીમા થયો છે. પણ તે મોરબી નગર પાલિકાને બધું દેખાતું જ નથી. તેમજ એવા કોઈ અધિકારીઓ જ નથી કે વેપારીઓ કહી શકીએ કે આ જવાબદાર અધિકારી છે. કારણકે અમારી ફરિયાદ જ કોઈ સાંભળતું નથી તેથી બેજવાબદાર અધિકારીઓ મોરબી નગર પાલિકામાં કાર્યરત છે. તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારને વર્ષે કરોડો રૂપિયા ટેક્સ વેપારીઓ ભરે છે. તેમ છતાં સુવિધાના નામે મીંડું છે અને કોઈ અધિકારીઓ જવાબ પણ આપવા તૈયાર નથી. મોરબી નગર પાલિકા અને કલેકટરને વવારંવાર ફરિયાદ કરી હોવા છતાં તો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. તે કારણોસર લાતીપ્લોટ શેરી-5 ના બધા જ વેપારીઓ પ્રધાનમંત્રીને ફરિયાદ કરવા મજબુર થયા છે. તેમજ લાતીપ્લોટ શેરી માં ગંદગીના કારણોસર કોઈ ગ્રાહક પણ આવવા તૈયાર નથી. તેમજ જો ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં નહિ આવે તો હજારો નાની-મોટી દુકાનો અને ફેક્ટરીઓ બંધ કરવી પડશે. અને તે કારણોસર ભારત સરકાર અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ બંધ થશે તેમજ હજારો લોકોની રોજી-રોટી પણ છીનવાય જશે. તેમજ મોરબીના લોકો છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી રહ્યા છે એટલે કે મોરબીમાં વિકાસ ખાલી નામનો છે એવું કહી શકાય. મોરબીમાં કોઈ સુવિધા નથી બસ એક જ સુવિધા છે ખાલી કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાનો અને તેની સામે સરકાર અમને ગંદગી અને રોગચાળો આપશે. તેથી મોરબીના બેજવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી વેપારીઓને રોગચાળા માંથી મુક્તિ અપાવવા માંગ કરાઇ છે…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!