જામનગર રોડ લતિપર ચોકડી ટંકારા ખાતે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જતાં રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાતા પટેલ ચેમ્બરના દુકાનદારોએ ટંકારાના મામલતદારને પત્ર લખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, ટંકારાના જામનગર રોડ લતિપર ચોકડી ખાતે આવેલ પટેલ ચેમ્બર ના દુકાનદારોએ ટંકારા મામલતદાર એક્ઝક્યુટિવને પત્ર લખી વરસાદી પાણીના નિકાલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી નિકાલ માટે પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી નથી તેમજ મોટા પાઇપ માંથી પાણી જતું ન હોવાથી ચેમ્બર સામે જ પાણી ભરાઈ રહે છે. તેથી આર્થિક, શારીરિક અને માનસિક ત્રાસ વેપારીઓ સહન કરી રહ્યા છે. અને વેપારીઓને લાખો રૂપિયાનું થાય છે તેમજ ગ્રાહકો આવતા રોગચાળો વકરી રહ્યો છે. તેમજ આર્થિક નુકશાન વેપારીઓને આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. તેમજ તાત્કાલિક કામગીરી નહિ થાય તો વેપારીઓ શટડાઉન કરશે તેમજ વેરાબિલ, લાઇટબીલ સહિતના બિલો ભરશે નહિ તેમજ આર્થિક નુકશાન માટે પણ વેપારીઓની જવાબદારી રહેશે તેમજ જરૂર પડ્યે આંદોલન કરી નામદાર કોર્ટમાં દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે…