મોરબીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ, ઉપયોગ અને ઉત્પાદન કરવા ઉપર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આમ છતાં ચાની કિટલી, જાહેર માર્કેટ ઉપરાંત શોપિંગ મોલ સહિતના સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરવામા આવી રહયો છે. શહેરના વિવિધ સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના થતા ઉપયોગ સામે તંત્રે કડક કાર્યવાહી શરુ કરી છે. અને ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા આજરોજ આશરે 200 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યો છે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા આસામીઓ પાસેથી રૂ.૮૦૦૦ નો દંડ વસૂલેલ કર્યો છે.
ત્યારે અહીં લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, વેપારીઓ પર દંડ ફટકારવાથી પ્લાસ્ટિક માંથી મુક્તિ નહિ મળે પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેકટરી યુનિટો પર પણ કાર્યવાહી કરવામાં આવે જેથી પર્યાવરણ આ પ્રતિબંધિત પ્લાસ્ટિકથી થતા નુકસાનમાં રોક લગાવી શકાય. ત્યારે વહીવટી તંત્ર પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેકટરી યુનિટો પર કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવું રહ્યું.