ગુજરાતમાં મોટાભાગના ગામડાઓના તળાવમાં ચોમાસામાં નવા નીર આવતા જ ગ્રામજનોમાં એક ઉત્સાહનો માહોલ હોય છે અને નવા નીર ના પૂજન વિધિ કરીને વધામણાં કરવાની પરંપરા આજે પણ જીવંત છે.
જેમાં માળીયા(મી) તાલુકાના સરવડ ગામના તળાવમાં ફરીથી મેઘરાજાના હેતના હિલોળા લેતા નવા નીર નું આગમન થતા સરવડ વાસીઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ નવાનીર ને વધામણાં કરવા માટે સરવડ ના ગ્રામજનોએ ઢોલનગારા સાથે વાજતે ગાજતે તળાવના પહોંચીને પૂજન અર્ચન કરીને આ નિરના વધામણાં કર્યા હતા જેમાં સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા અને સરવડમાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.