Saturday, November 16, 2024
HomeGujaratટંકારામાં દીપનિધી ઇમિટેશન દ્વારા પ્રાથમિક શાળાની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશ વિતરણ કરવામાં...

ટંકારામાં દીપનિધી ઇમિટેશન દ્વારા પ્રાથમિક શાળાની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશ વિતરણ કરવામાં આવ્યું

જગત જનની આદ્યશક્તિ મા જગદંબાના નવલા નોરતા એટલે શક્તિ ઉપાસનાનાં દિવસો, જેમાં ગુજરાતીઓ રાસ ગરબાની પરંપરાને ઉજાગર રાખવા માટે નવ દિવસ ગરબા કરે છે. મા જગદંબાના સ્વરૂપ નાની નાની દીકરીઓ પારંપરિક આભૂષણો ધારણ કરી મા જગદંબાના ગરબા રમી શકે તે હેતુ સાથે સ્વ. પિતા વિઠલ ભાઈ ચકુભાઇ પાંચોટીયાના સ્મરણાર્થે રાજુભાઈ, ભુપતભાઇ અને વિજયભાઈ તરફથી રોટરીગ્રામ (અ ),બગથળા, નવાસાદુળકા અને ભરતનગર પ્રાથમિક શાળાની ૩૫૦ દીકરીઓને ટ્રેડીશનલ નેકલેશ વિતરણ કરવામાં આવ્યા છે. જે વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
- Advertisement -

યજ્ઞ, તપ અને દાનનો ભારતિય સંસ્કૃતિમા વિશેષ મહિમા રહ્યો છે. ત્યાંરે છેલ્લા ઘણા વર્ષોથી દિપનિધિ ઈમીટેશન મોરબી દર વર્ષે નવરાત્રિ ઉત્સવ નિમિત્રે શાળાની દીકરીઓને અલગ અલગ વસ્તુઓની લહાણી કરી સાત્વિક દાનની પરંપરાને ઉજાગર કરે છે. “શુર હજારોમા એક મળે પણ દાતા લાખોમા કે અનેકમા એક મળે ” દિપનિધિ ઈમીટેશન તરફથી મોરબીની આજુબાજુની શાળામા દર વર્ષે શૈક્ષણિક અનુદાન આપી સાચ‍ા અથઁમા દાનના મહિમાને ચરિતાર્થ કરવામાં આવે છે. શિક્ષણના મહાયજ્ઞમા દર વર્ષે વિત્તરણ કરતા ધન્યતા અનુભવતા દિપનિધી ઈમીટેશનનું ચારેય શાળા વતી ૠણ સ્વીકાર કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!