Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરાયું

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરાયું

મોરબી જીલ્લા (ક્ષત્રીય) રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજની ભુલાતી જતી પરંપરાને ફરી ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શસ્ત્ર પૂજન, શરદ ઉત્સવ અને રાજપૂત સમાજના બહેન-દિકરીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમમાં ભાઈઓને રજવાડી પોશાક પહેરીને આવવા પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તેમજ મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા દ્વારા મોરબી જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઈઓને ઈ-નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ઈ-નિમંત્રણ પાઠવતા પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા તેમજ મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શૉર્ય – ત્યાગ અને બલીદાનની ભાવના એટલે (ક્ષત્રીય) રાજપૂત… મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આગામી તા.૦૫/૧૦/૨૦રર ને બુધવાર એટલે કે, વિજયા દશમીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે 2 વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલ (એમ.પી. રાઈલ ) સામાકાઠે, મોરબી-૨ થી યાત્રા પ્રસ્થાન કરશે જે શક્તિ માતાજીના મંદિરે (શકત શનાળા) ખાતે પૂર્ણ થશે જ્યાં શસ્ત્ર પૂજા રાખેલ છે. તેમજ આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા ના તમામ રાજપૂત ક્ષત્રીય ભાઇઓને રજવાડી પોશાકમાં તલવાર સાફા સાથે રાજપૂતાના મહારેલીમાં જોડાવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આગામી તા.૦૯/૧૦/૨૦૨૨ને રવિવારના રોજ શરદ પૂર્ણિમાના દિવસે શરદ ઉત્સવનું મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા જુલતા પુલ પાસે દરબાર ગઢમાં આયોજન કરવામાં આવ્યું છે. જેને સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની – વવાણીયા (મોરબી) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે. જયારે આ ઉત્સવનાં કો.સ્પોન્સર ડિ. એસ. ઝાલા સાહેબ, દેવ સોલ્ટ પ્રા. લી. માળીયા(મી) છે. તેમજ રાજપૂત સમાજના બહેન-દિકરીઓ સમાજની પરંપરા અનુંસાર રાસ ગરબા લઈ શકે તે માટે રાસ ગરબાનું તે જ દિવસે એટલે કે તા.૦૯/૧૦/૨૦૨૨ના રોજ રાત્રે ૯.૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જે શુભ પ્રસંગે મોરબી રાજપૂત સમાજના દરેક પરિવારને સહ કુટુંબ પઘારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, જે બહેનોએ રાસ-ગરબામાં ભાગ લેવો હોય તેઓએ રાત્રે ૯ થી ૧૦ સુધીમાં પાસ મેળવી લેવાના રહેશે, પછી વચ્ચેથી પાસ આપવામાં આવશે નહિ. તેમજ આ શરદો ઉત્સવ માત્ર રાજપુત સમાજ માટે જ છે અન્ય કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે નહિ જેની દરેકે ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!