મોરબી શહેરમાં ચક્કાજામ કરી સુતેલા તંત્રને જગાડવાની પેટર્ન બની ગઈ હોય તેમ આજે ઉભરાતી ગટરથી કંટાળેલા કાલિકા પ્લોટના રહેવાસીઓએ મુખ્ય રોડ રવાપર પર ચકાજામ કર્યો હતો.જો કે, મનપાનાં ડેપ્યુટી એન્જિનિયરએ કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ દૂર કરાયો હતો.
મોરબીમાં ફરી એક વખત ચક્કાજામ કરવામાં આવ્યો છે.ઉભરાતી ગટરથી કંટાળેલા કાલિકા પ્લોટના રહેવાસીઓએ મુખ્ય રોડ રવાપર પર ચકાજામ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સ્થાનિકોએ સમસ્યા દૂર કરવા મનપાને આજે સાંજ સુધીનો સમય આપ્યો હતો.
સમય પૂર્ણ થતાં સમસ્યા દૂર ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અને કહ્યું હતું કે, મનપાના અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે.
જો કે, બનાવની જાણ થતા જ મનપાનાં ડેપ્યુટી એન્જિનિયર સ્થળે પહોચી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. અને આવતીકાલે મનપાની ટીમ દ્વારા ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે તેવું કહેતા ચક્કાજામ દૂર કરાયો હતો.
ત્યારે હવે મોરબીમાં અનેક રજૂઆતોથી ન થતા કામો આંદોલન કરવાથી થાય છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.