મોરબીમાં વહેલી સવારથી જ ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જામ સર્જાયો છે. શનાળા બાયપાસ, કંડલા હાઇવે, રવાપર ગામ અને મોરબીના આજુબાજુથી આવતા વાહનોના થપ્પા લાગી ગયા છે. બીજી તરફ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જે વિદ્યાથીઓ પણ ટ્રાફિકમાં ફસાતા વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ટ્રાફિક પોલીસ ન હોવાથી લોકો ટ્રાફીકમાં વધુ અકળાતા નજરે પડી રહ્યા છે.
મોરબીમાં વહેલી સવારથી જ ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. શનાળા બાયપાસ, કંડલા હાઈ વે, રવાપર ગામ અને મોરબી બાજુથી આવતા વાહનોના થપ્પા લાગી ગયા છે. ટ્રાફિક જામ થયો હોવાથી સ્કૂલ બસો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા અનેક વિધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમજ બીજી તરફ બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી મોરબી, ટંકારા અને આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહોંચવાને બદલે ટ્રાફીકમાં ફસાતા વિદ્યાર્થીઓમાં ચિંતા સાથે નારાજગી જોવા મળી રહી છે. તે ઉપરાંત ટ્રાફિક પોઇન્ટ હોવા છતાં ટ્રાફિક પોલીસની સંપૂર્ણ ગેરહાજરી જોવા મળતાં ટ્રાફિકમાં ફસાયેલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.