Monday, June 16, 2025
HomeGujaratમોરબી-કચ્છ હાઈવે પર ટ્રેલર અકસ્માતને કારણે ટ્રાફિક જામ યથાવત:પોલીસે એક તરફના રોડ...

મોરબી-કચ્છ હાઈવે પર ટ્રેલર અકસ્માતને કારણે ટ્રાફિક જામ યથાવત:પોલીસે એક તરફના રોડ પર ધીમીધારે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો

સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો મહત્વપૂર્ણ મોરબી-કચ્છ હાઈવે પર આજે બપોરથી ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ છે.એક લોડેડ ટ્રક ટ્રેલરના અકસ્માતને કારણે સર્જાયેલ આ અવરોધમાં હજારો લોકો કલાકો સુધી રસ્તા પર અટવાયા છે.

- Advertisement -
- Advertisement -

અકસ્માત બપોરના સમયે થયો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રક ટ્રેલર રસ્તાની વચ્ચે અકસ્માતગ્રસ્ત થતા બંને તરફથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.પરિણામે, લાંબી લાઈનમાં વાહનો અટવાઈ ગયા હતા. જેને લઈને વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હાઈવે પર સર્જાયેલી સ્થિતિને ધ્યાને લેતા માળિયા મિયાણા પોલીસ, મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રથમ તબક્કામાં એક ક્રેન દ્વારા ટ્રકને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ સફળતા ન મળતાં વધુ બે ક્રેનોની મદદ ની જરૂર પડતા ભારે ટ્રાફિક વચ્ચે ક્રેનો મંગાવવામાં આવી છે.હાલ તો પોલીસે એક બાજુના રસ્તા પરથી ધીમી ધારે વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો છે, પણ સમગ્ર હાઈવે પર અવરોધ દૂર થવા માટે હજુ પણ સમય લાગશે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે અકસ્માતગ્રસ્ત ટ્રક સંપૂર્ણ રીતે હટાવ્યા બાદ મોડી રાત્રે ટ્રાફિક સંપૂર્ણપણે ક્લીયર થવાની શક્યતા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!