મોરબી-કંડલા હાઈવે પર આજે વહેલી સવારે એક કન્ટેનર ટ્રકમાં અચાનક ટાયર બ્લાસ્ટ થવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં કન્ટેનર રોડ પર પલટી ખાઈ ગયું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કન્ટેનર ટ્રકનું ટાયર બ્લાસ્ટ થતા ડ્રાઈવર ટ્રક પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને આખું કન્ટેનર પલટી મારી સર્વિસ રોડ પર ખાબક્યું હતું .અતિ વ્યસ્ત રહેતા મોરબી-કચ્છ હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમયમાં જ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.અકસ્માતની જાણ થતાં જ પોલીસ વિભાગ,હાઈવે ઓથોરિટીની RPV ટીમ તથા એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું ટ્રાફિક ક્લિયર કરાવવા માટે ક્રેનના સહારે કન્ટેનરને ખસેડવામાં સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.