મોરબીના મુખ્ય માર્ગો હાલ વિકાસ હેઠળ છે જેમાં મુખ્ય માર્ગ રવાપર રોડ હાલ રીનોવેટ થઈ રહ્યો છે ત્યારે મોરબી વાસીઓ માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી અનેક રસ્તાઓ ફેરવ્યા હતા.
જેમાં મોરબી સામાકાંઠે આવવા જવા માટે મોટાભાગે મોરબી કચ્છ હાઇવે બાયપાસ નો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઓવર બ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા નવા ઓવરબ્રિજની કટ ના હિસાબે પીપળીયા ચોકડી તરફથી આવતા વાહનોને પણ ફરીને આવી સર્વિસ રોડ પર ચડી અને ઓવરબ્રિજ પર ચાલવું પડે છે જેને લીધે વાહનોનો મારો ડબલ થઈ જાય છે જેને લઇને પણ ટ્રાફિક જામ સર્જાય છે.
જેમાં હાલ એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ જતાં કાર અને ટ્રક ઓવરબ્રિજ શરૂ થાય એ પહેલા રોડ વચ્ચે જ ઉભા રાખી દેતા વાહનોના થપ્પા લાગ્યા હતા અને ટ્રાફિક જામ દ્ર્શ્યો સર્જાયા હતા.ઉલ્લેખનીય છે કે અત્યારે સિરામિક એકમો નો સમય પૂરો થતો હોય વાહનોની સંખ્યા રેગ્યુલર હોય તેના કરતા પાંચ ગની વધારે હોય છે જેને લઇને સામાન્ય રીતે ટ્રાફિક કામ થતું હોય છે ત્યારે હાલ શેર એ પંજાબ હોટેલ થી નેક્સસ સુધી જૂની આરટીઓ ઓફિસ થી મોરબી શહેર તરફ જવાના રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જો કે પોલીસે તુરંત આવી અને વાહનવ્યવહાર શરૂ કરવા મથામણ કરી છે પરંતુ વાહન ચાલકો દ્વારા પણ હાલ આવી ઘટના બને તો શાંતિ રાખવા અને સાઈડ માં વાહન રાખી ચર્ચા કરવી જોઈએ જેથી આવા ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ નહિ.