Wednesday, November 27, 2024
HomeGujaratહળવદમાં આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા:લોકો ત્રાહિમામ

હળવદમાં આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા:લોકો ત્રાહિમામ

હળવદ રેલવે સ્ટેશન રોડપર આડેધડ વાહન પાર્ક કરાતા સર્જાતિ ટ્રાફીક સમસ્યા, હળવદ પોલીસ અને પાલિકા તંત્ર નિંદ્રાધિન અવસ્થામાંથી જાગશે લોક ચર્ચા?

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થતા ટ્રાફિક સમસ્યા જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેર અને તાલુકામાં કાયદો-વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે.

રાજકીય સંકટમાં પીસાવાના ભયથી નિષ્ઠાવાન અને કડક અમલદાર હળવદ માં આવવા તૈયાર નથી.શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, હળવદ રેલવે સ્ટેશન રોડ પર લોકોની સુવિધા માટે રોડને પહોળો બનાવવામાં આવ્યો છે પરંતુ માસીબા ના ખેતરની જેમ આડેધડ વહન પાર્કિંગ કરાતા રોડ પર અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે કેટલીક વારતો‌ અડધો અડધો કલાક સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે. કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને વારંવાર મુશ્કેલી પડે છે એટલું જ નહીં આ રોડ પર હળવદ વેપારી એસોસિએશનના પ્રમુખની પણ દુકાન ત્યાં આવેલી છે છતાં પણ આ પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે જો આ રોડ પર એક પોલીસ પોઈન્ટ મુકવામાં આવે‌ અને ટ્રાફિક સમસ્યાની હલ કરવામાં આવે તેવી શહેરીજરોની માગણી છે.ધાંગધ્રા દરવાજા થી શરૂ થતી મુખ્ય બજારમાં એકદમ સાંકડી હોવાથી તેમાં આડેધડ ચાલતા વાહનો અને પાર્કિંગ કારણે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. અધૂરામાં પૂરું વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓને વાહન ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હળવદના જાગૃત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વેપારી માહ‌ મંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ તથા હળવદ પોલીસ, પાલિકા તંત્ર અને રાજકીય આગેવાનો તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યાનો નિરાકરણ લાવે અને શહેરમાં સીસીટીવી કેમેરા ચાલુ કરાવે તેવી હળવદ શહેરીજનોની માગણી અને લાગણી ઉઠવા પામી છે.

હળવદ છોટા કાશી તરીકે ઓળખાતી પ્રાચીન નગરી છે તથા શહેરની બજાર પણ વર્ષોથી સાંકડી છે પરંતુ અહિયાં હાલ સિટિ તથા ગ્રામીણ નો સમન્વય થતાં લોકોની રીતભાત અને ધંધો વેપાર ની સામાન્યતાના કારણે હળવદ ધમધમે શહેરની અનુકૂળ માં ફેરવાઈ રહ્યું છે. હળવદ ના પ્રવેશેદ્વારાસમા મુખ્ય બજારમાં છેલ્લા કેટલાક સમયથી થ્રી વીલર ફોર વ્હીલર જેવા વાહનોની અવર જવર તથા તંત્રની ઢીલી નીતિના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓ ને ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે . હળવદ તાલુકાના 65 ગામના લોકો ની ખરીદી કરવા હળવદમાં આવતા હોવાથી બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા ભરચક માહોલમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરીને બજારમાં દોડતી રીક્ષાઓ અને ફોરવીલર ટાફીકના નિયમો ની એસૈતેસી કરી બજાર માં આડેધડ પાર્કિંગ કરતા ઘણીવાર તો કલાકો સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની આ નવતર સમસ્યાઓ સંખ્યાબંધ રાહદારીઓ હાડકા ભાગવાનું પણ કામ કર્યું છે. અમદાવાદ કે રાજકોટ જેવા શહેરને આંટી મારે તેવો હળવદ ની બજાર આ ટ્રાફિક મામલે પ્રજા સેવકો, તંત્ર, અને કહેવાતા જાગૃત લોકો કેમ કંઈ બોલતા નથી ?શહેરમાં વધતી જતી વસતી અને વધતા જતા વાહનો પૈકી ટ્રાફિક નિયમોની ઐસીતૈસી તો કરે છે પણ તંત્ર પણ ચૂપ છે? તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ અને નગરપાલિકા તંત્ર નિંદ્રામાંથી જાગીને ટ્રાફિક સમસ્યાનો નિવારણ લાવે તેવી શહેરીજરોની માંગણી ઉઠવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!