Monday, November 18, 2024
HomeGujaratહળવદનાં ધરતીનગર વિસ્તારમાં તસ્કરોનો હાથફેરો : રહેણાંક મકાનને બનાવ્યું નિશાન

હળવદનાં ધરતીનગર વિસ્તારમાં તસ્કરોનો હાથફેરો : રહેણાંક મકાનને બનાવ્યું નિશાન

હળવદમાં ગત તા.૨૧/૦૯/૨૦૨૩ ના રાત્રીના સમયે અમુક તસ્કરોએ એક રહેણાંક મકાનમાં પ્રવેશી ઘરમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીનાં ઘરેણાની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં ધરતીનગર પ્લોટ નં. ૪૫, ૪૬ ખાતે રહેતા ગિરીશકુમાર અરવિંદભાઇ નાકરાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં રાત્રીનાં સમયે રસોડાની બારીની ગ્રીલ તોડી કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના ઘરના રૂમમાં રહેલ કબાટના અંદર નાના ખાનાનો લોક તોડી કબાટમાં રહેલ સોનાના દાગીના જેમા સોનાનુ મંગળસુત્ર એક જેનુ વજન આશરે ૬ તોલા જેટલુ જેની કિંમત આશરે રૂ.૮૧,૦૦૦/- તથા સોનાના લેડીઝ પાટલા બે જેનુ વજન આશરે ૨ તોલા જેની કિંમત આશરે રૂ.૨૭,૦૦૦/- તથા સોનાની કાનની બુટ્ટી તથા પેન્ડલ ત્રણ જોડી જેનુ વજન આશરે ૨ તોલા જેની કિંમત આશરે રૂ.૨૭,૦૦૦/- તથા સોનાની લેડીઝ વીટ્ટી ત્રણ જોડી જેનુ વજન આશરે ૧ તોલા જેની કિંમત આશરે રૂ.૧૩,૫૦૦/- તથા સોનાનો હાર એક જેનુ વજન આશરે ૧.૫ તોલા જેની કિંમત આશરે રૂ.૨૦,૨૫૦/- તથા સોનાનો ચેન એક જેનુ વજન આશરે ૧ તોલા જેની કિંમત આશરે રૂ.૧૩,૫૦૦/- તથા ચાંદીનો લેડીઝ જુડો તથા લેડીઝ ચાંદીના પગના સળા જેનુ વજન આશરે ૪ તોલા જેની કિંમત આશરે રૂ.૩૦૦૦/- એમ કુલ રૂપીયા ૧,૮૫,૨૫૦/- ના સોનાના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.૯૦૦૦/- એમ કુલ રૂ.૧,૯૪,૨૫૦/- ના મુદ્દામાલની ચોરી કરી જતા અજાણ્યા ઈસમો વિરુધ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!