મોરબી જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘરફોડ ચોરીનો બનાવ હળવદની મહર્ષી ટાઉનશીપ ખાતેથી સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઇ એક ઘરના તાળા તોડી ઘરમાંથી સોના-ચાંદીની ચોરી કરી હતી. જે સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદની મહર્ષી ટાઉનશીપ ગેઇટ નં.૦૧ ખાતે રહેતા ભગવાનભાઇ લાલજીભાઇ ગોહિલ ગત તા.૧૩/૦૧/૨૦૨૪ ના સાંજના સમયે બહાર ગામ ગયેલ હોય અને ઘરમાં તાળું મારેલ હોય જેનો લાભ લઇ અજાણ્યા ઈસમોએ દરવાજાનુ તાડુ તથા બારાથ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રહેલ કબાટના અંદર નાના ખાનાનો લોક તોડી કબાટમાં રહેલ સોનાની ૩ તોલાની ચેઇન જેની કિંમત આશરે રૂ.૬૬,૦૦૦/- તથા સોનાની લાલ નંગ વાળી નાની-મોટી બે વીંટી તથા અન્ય એક મુગટ વાળી વીંટી એમ કુલ ત્રણ વીંટી જેનુ વજન આશરે પોણા ત્રણ તોલા હોય જેની કિંમત આશરે રૂ.૬૦,૫૦૦/- તથા સોનાનુ વડ આકાર વાળુ વડવાળા લખેલ પેન્ડલ એક જેનુ વજન આશરે અડધો તોલા જેની કિંમત આશરે રૂ.૧૧,૦૦૦/- હોય જે મળી કુલ રૂ.૧,૩૭,૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે અંગે ભગવાનભાઇ તા-૧૫/૦૧/૨૦૨૪ ના રોજ ઘરે પરત ફરતા તેઓને જાણવા મળતા તેઓએ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.