Thursday, November 13, 2025
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પરથી કારમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઇ : ઈસમ ફરાર

મોરબી-માળીયા હાઇવે પરથી કારમાં થતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઇ : ઈસમ ફરાર

મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીનાં આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. જયારે આરોપી ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ આજ રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની GJ-07-DD-4555 નંબરની હુન્ડાઇ ક્રેટા કાર ઇગ્લીશ દારૂ ભરી કચ્છ તરફથી મોરબી તરફ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે રેઇડ કરી કાર ઝડપી પાડી હતી જોકે આરોપી ફરાર થઈ જતા પોલીસે રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસકીની ૩૬૦ બોટલનો રૂ.૪.૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ રૂ.૯,૬૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!