વડાપ્રધાન મોદી ,અમિત શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સીઆર પાટીલ સહિતના દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો
મૃતકોમાં કોળી પરિવારના પિતા,બે પુત્રો,પુત્રી,પુત્રવધુ,પૌત્ર સહિત ૧૨ ના મોત
મોરબી જિલ્લામાં હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં ૩૦ લોકો કામ કરી રહ્યા હતા ગઈકાલે બપોરે ૧૨:૧૫ વાગ્યા આસપાસ શ્રમિકો કામ કરી રહ્યા હત તે દરમિયાન અચાનક કોઈ કારણોસર દીવાલ ધસી પડતા ત્યાં કામ કરતા જોકે તેમના ૧૫ લોકો જમવા માટે ચાલ્યા ગયા હોય તેથી સદનસીબે તેઓ બચી ગયા હતા પરંતુ અન્ય ૧૫ જેટલા લોકો આ દુર્ઘટના નો ભોગ બન્યા હતા.
આ દુર્ઘટના ઘટતા આજુબાજુ ના લોકો ભેગા થઈ જતા તુરંત જ જેસીબી,હીટાચી અને ક્રેન જેવી મશીનરી થી કાટમાળ દૂર કરીને દબાયેલા લોકોને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં કોળી અને ભરવાડ સમાજના ૧૨ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ,મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ,હળવદ પોલીસ,ફાયર ફાઈટર સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાબડતોબ કામગીરી કરીને કાટમાળ દૂર ખસેડવામી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકોમાં કોળી રમેશભાઈ મેઘાભાઈ(ઉ ૪૨),તેમનો પુત્ર કોળી દિલીપભાઇ રમેશભાઈ(ઉ.૨૬),બીજો પુત્ર કોળી શ્યામ રમેશભાઈ(ઉ.૧૩),પુત્રી કોળી દક્ષા રમેશભાઈ(ઉ.૧૫),પુત્રવધુ કોળી શીતલબેન દિલીપભાઈ(ઉ.૨૪),પૌત્ર કોળી દિપક દિલીપભાઇ (ઉ.૩) નામનો આખો પરિવાર મોતને ભેટ્યો હતો જયારે ભરવાડ સમાજના સુસરા ડાયાભાઈ નાગજીભાઈ (ઉ.૪૨),તેમની પુત્રી સુસરા દેવીબેન ડાયાભાઈ (ઉ.૧૫),તેમની પત્ની સુસરા રાજીબેન ડાયાભાઇ(ઉ.૪૧) તથા પીરાણા રમેશભાઈ નરશીભાઈ (ઉ.૫૧)અને તેમની પુત્રી પીરાણા કાજલબેન રમેશભાઈ(ઉ.૨૦) તથા મકવાણા રાજેશભાઇ જેરામભાઈ ના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેઆ ગોઝારી દુર્ઘટનાની જાણ થતાં જ તેઓએ ટ્વિટ કરી મૃતકો ના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું હતું સાથે જ પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી મૃતકોને ચાર-ચાર લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦હજારની સહાયની જાહેરાત કરી હતી બાદમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સીઆર પાટીલ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોને ૪-૪ લાખ અને ઈજાગ્રસ્ત ને ૫૦-૫૦ હજારની સહાયની જાહેરાત કરવમ આવી હતી અને આ ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને રાજયમંત્રી બ્રિજેશ મેરજા,સીએમ સચિવ કૈલાશ નાથન સાથે મોરબી આવવા રાવાનાં થયા હતા બાદમાં ઘટના સ્થળની મુલાકાત લઈને સંબંધિત વિભાગના અધિકારીઓ ને તપાસના આદેશ આપવામા આવ્યા હતા ને આ દુર્ઘટના નો ભોગ બનનાટ મૃતકોના પરિજનો ને મળીને સાંત્વના પાઠવી હતી અને ત્રણ દિવસમાં આ ઘટનાનો રિપોર્ટ આપવા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ પણ ઘટના સ્થળે ચકાસણી અર્થે આવ્યા હતા અને આ દુર્ઘટનામાં માં મૃત્યુ પામેલ શ્રમિકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસના સમયમાં આ ઘટનના જવાબદાર કારણો શોધી અને આ શ્રમિકો પાસે કાયદેસર કામ લેવામાં આવતું હતું કે નહીં?શ્રમિકો ને સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં સહિતના મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે અને નિયત સમય મર્યાદાના રાજ્ય સરકારને રીપોર્ટ સુપ્રત કરવામાં આવશે.