Thursday, February 26, 2026
HomeGujaratવાંકાનેરના પીપળીયારાજ ગામે સર્પદંશથી ૦૧ વર્ષીય માસુમ બાળકીનું કરૂણ મૃત્યુ

વાંકાનેરના પીપળીયારાજ ગામે સર્પદંશથી ૦૧ વર્ષીય માસુમ બાળકીનું કરૂણ મૃત્યુ

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે નાનાના ઘરે રમતી વખતે ૦૧ વર્ષીય માસુમને સાપે ડંખ મારતા તેણીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં ૦૧ વર્ષીય માસુમ બાળકીનું સર્પદંશથી મોત થયું છે. જેમાં મૃતક આઇશાબેન મહમદફયાજ અબ્દુલભાઈ શેરસીયા ઉવ.૦૧ હાલ પોતાના નાનાના ઘરે પીપળીયારાજ ગામે હતા, ત્યારે ગઈકાલે તા.૨૫/૦૨ના રોજ બાળકી ઘરમાં રમતી હતી. રમતા રમતા તે સેટીપલંગ પર ચડી બારી પાસે હાથ રાખીને ઉભી હતી ત્યારે અચાનક ડાબા હાથમાં સાપે ડંખ માર્યો હતો. જેથી તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે પોલીસે મૃતકની માતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!