મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક આવેલ ઓસીસ સીરામીક કારખાનામાં રહેતા શ્રમિક પરિવારના ૨ વર્ષીય પુત્ર લકી મનકર વસોનીયા ગઈકાલ તા. ૨૦/૦૭ ના રોજ પાણીમાં પડી જતા, પાણીમાં ડૂબી જવાથી માસુમનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે પરિવારજનો માસુમની ડેડબોડી અત્રેના સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા, હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા તુરંત તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી, મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિહલગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે