વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ રેનબો ફેબપેક એલએલપી કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ મહીસાગર જીલ્લાના હઠીપુરા જોધપુર આદિવાસી ફળીયુના વતની કિરણભાઇ પર્વતભાઇ કટારા ઉવ.૧૫ ગઈકાલ તા.૦૭/૦૪ના રોજ રેનબો ફેબપેક કારખાનામા નોન વુવન કાપડના રોલના પટ્ટા પર પડી જતા રોલર સાથે અથડાતા રોલર ગરમ હોય જેથી શરીરે ગંભીર રીતે દાજી જતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી ૧૫ વર્ષીય કિરણભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મૃત્યુને ભેટેલા સગીરને મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.