Saturday, January 10, 2026
HomeGujaratમોરબીના મકનસર ગામે બેકાબુ ડમ્પરની ઠોકરે શ્રમિકનું કરુણ મોત

મોરબીના મકનસર ગામે બેકાબુ ડમ્પરની ઠોકરે શ્રમિકનું કરુણ મોત

ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ઉભેલ શ્રમિક ફંગોળાયો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર બેકાબુ બનેલા ડમ્પરની ઠોકરે ડિવાઈડર ઉપર ઉભેલા શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતક યુવકની સાથે રહેલા તેના મિત્રની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે બીએનએસ અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર નજીક ગત તા.૦૭/૦૧ના રોજ સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારખાનામાંથી કામ પૂરું કરી ખરીદી માટે નીકળેલ બે શ્રમિક મિત્રો ગુનાકારા સનાતન દાસ અને હરેક્રિષ્ના જૈના બન્ને રહે. અપેક્ષ સીરામીક મકનસર મૂળ ઓરિસ્સા વાળા રોડ ક્રોસ કરવા ડિવાઈડર ઉપર ઉભા હતા તે સમયે મોરબી તરફથી આવતા ડમ્પર નં. જીજે-૦૩-બીટી-૦૪૮૯ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. ડમ્પર સીધુ ડિવાઈડર ઉપર ચડી જતા હરેક્રિષ્નાને હડફેટે લઈ ફંગોળી દીધા હતા. ત્યારે શ્રમિક હરેક્રિષ્ના રોડ ઉપર પડતા જ વાંકાનેર તરફથી પોતાની સાઈડમાં આવતા ટ્રક-ટ્રેઇલર નં. જીજે-૦૫-બીટી-૩૧૮૭ના પાછળના ટાયર હરેક્રિષ્ના પ્રબોધકુમાર જૈના ઉવ.૩૨ના માથા ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ત્યારે સમગ્ર અકસ્માત મામલે મૃતકના મિત્ર ગુનાકારા સનાતન દાસની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!