મોરબીના રંગપર ગામ નજીક આવેલ સ્પેન્ટાગોન સીરામીક ફેક્ટરીમાં માટી વિભાગમાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ૪ વર્ષીય બાળકી રાશીબેન જાદવભાઇ હજરાભાઇ ગાવડ ગઈકાલ તા.૨૪/૦૮ના રોજ બપોરના અરસામાં માટી ખાતામાં રમતી હોય ત્યારે રમતા-રમતા પાણી ભરેલા કુંડામાં પડી જતા માસુમ બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બાળકીનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.