વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં અગાસી પર રમાતી વેળાએ પગ લાપસી જતા ત્રણ વર્ષની બાળા નીચે પટકાઈ હતી. જેને હોસ્પિટલે ખસેડાતા ડોક્ટરે મૃત જાહર કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ રોલકેસ સીરામીક કારખાનામા રહેતા શૈલેશ ગરાસીયાની ત્રણ વર્ષીય પુત્રી પુજા ગઈકાલે સાંજના સમયે પોતાનાં મકાનની અગાસી ઉપર રમી રહી હતી. જે સમયે તે અગાસીની કોર્નર પરથી કોઈ અગમ્ય કારણોસર નીચે પડી ગઈ હતી. જેને કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેની જાણ થતા તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કરી તેને મૃત જાહેર કરી હતી. જેને લઈ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.