હળવદમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સગીરાને પોતાને ગમતા છોકરા સાથે પ્રેમસંબધ હોય અને તેની સાથે લગ્ન કરવા હોય પરતું પોતાના પિતાને આ પ્રમેસબંધ મંજુર ન હોય જેથી લગ્ન માટે ના કહેતા સગીરાને લાગી આવતા પોતાની જાતે ગળે ફંસો ખાઇ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, જુના માલણીયાદ ગામની સીમમાં રહેતી મૂળ છોટાઉદેપુરની સગીરાને પોતાને ગમતા છોકરા સાથે પ્રેમસંબધ હોય અને તેની સાથે લગ્ન કરવા હોય પરતું પોતાના પિતાને આ પ્રમેસબંધ મંજુર ન હોય જેથી લગ્ન માટે ના કહેતા સગીરાને લાગી આવતા તેણે ગળે ફંસો ખાઇ જતા તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.