Tuesday, November 26, 2024
HomeGujaratહળવદમાં કરૂણ બનાવ:ચિઠ્ઠીમાં મિસ યુ મમ્મી-પપ્પા લખી યુવકે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલું...

હળવદમાં કરૂણ બનાવ:ચિઠ્ઠીમાં મિસ યુ મમ્મી-પપ્પા લખી યુવકે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું

માટેલ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા હળવદનાં યુવકે ગત મોડી સાંજે કડિયાણા નજીક મિસ યુ મમ્મી-પપ્પા ચીઠ્ઠી લખી કેનાલમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માટેલ નજીક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મૂળ હળવદના ટીકર ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઈ સિતપરા નામના ૨૯ વર્ષીય યુવકે ગત મોડી સાંજે અગમ્ય કારણોસર કડિયાણા નજીક નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. ત્યારે આજે વહેલી સવારે નર્મદા બ્રાન્ચ કેનાલ નજીકથી મોબાઈલ, બાઈક અને મિસ યુ મમ્મી પપ્પા લખેલી કરુણ ચીઠ્ઠી તેમજ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા જ આસપાસનાં વિસ્તારના લોકો થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે પોલીસે મૃત્યુ નોંધ કરી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ચાર બહેનો વચ્ચે એક જ ભાઈના મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!