મોરબી શહેરમાં દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં મોરબીના મચ્છુ-૩ ડેમમાં એક માતા અને પુત્રીએ ઝંપલાવ્યું હતું. મળતી માહિતી અનુસાર,કંચનબેન વિનોદભાઈ બોપલીયા (ઉંમર ૫૦) અને તેમની પુત્રી કુંજન વિનોદભાઈ બોપલીયા (ઉમર ૧૯)એ આજે અચાનક ડેમમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમ કંચનબેનને સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવાયા હતા અને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ભાગ્યવશ પુત્રી કુંજનનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.હજુ સુધી ઘટનાના કારણો સ્પષ્ટ થયા નથી,જોકે પરિવાર કે નજીકના લોકોના નિવેદન બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ કુંજનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે અને હાલ સારવાર હેઠળ રહેલા કંચનબેન નામના મહિલા સ્વસ્થ થયા બાદ જ આ પગલું ભરવાના કારણ વિશે વધુ માહિતી જાણવા મળશે.